તા.૧૦/૧૦/૨૦૧૯
*✒લેખક:* *કમલેશભાઈ ઉપાધ્યાય - ગારીયાધાર*
Mob - 99988 33492
*પુષ્પ: 03*
*સંત તુલસીદાસજી - 2*
તુલસીદાસજી વિષે કોઈ આધારભૂત માહિતી આપણને સાંપડતી નથી, એટલે દંતકથાઓ પર આધાર રાખવો પડે છે. એમની માતા એમને જન્મ આપીને થોડા વખતમાં મરણ પામી હતી અને પિતાએ કોઈ કારણસર જન્મતાં જ એમનો ત્યાગ કર્યો હતો. તે પછી એક દાસી ચુનિયાએ એમને ઉછેર્યા હતા, અને એણે એમનું નામ તુલસીરામ પાડયું હતું. પછી તુલસીરામનું તુલસીદાસ થયું. તુલસીદાસ પાંચેક વર્ષના થયા હશે ત્યાં એ બાઈ પણ મરણ પામી, અને તુલસીદાસ ફરી નિરાધાર થઈ ગયા.
રામશૈલ પર રહેવાવાળા શ્રી અનન્તાનન્દજીના પ્રિય શિષ્ય શ્રી નરહર્યાનન્દજીએ આ બાળકને શોધી કાઢ્યો અને તેનુ નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઇ ગયા અને ત્યા સંવત્ ૧૫૬૧ માઘ શુકલ પંચમીને શુક્રવારે તેનો યજ્ઞોપવીત-સંસ્કાર કર્યો. વગર શીખવાડ્યે જ બાળક રામબોલાએ ગાયત્રી-મંત્ર ઉચ્ચારણ કર્યો. આ જોઈ સહુ આશ્ચર્યચકિત થઈ ગયા.રામબોલાનો કંઠ મીઠો હતો, તે સુંદર ભજનો ગાતો. સાધુઓની પાસે રહી એણે ધર્મશાસ્ત્રાેનો અભ્યાસ પણ કર્યો. તેમાં વાલ્મિકીકૃત રામાયણની કથાથી તેઓ ભારે અભિભૂત થયાં.ત્યાર પછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરી રામબોલાને રામમંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહી તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલા ગુરુમુખથી જે સાંભળી લેતા હતા, તેમને તે કંઠસ્થ થઈ જતું હતું. એ સમયે મેવાડના રાણા સાંગાની વિરકથાઓ પૂરા પશ્ચિમ ભારતમાં ઘરે ઘરે કહેવાતી.
અયોધ્યાથી થોડા દિવસો પછી ગુરુ-શિષ્ય બન્ને શૂકરક્ષેત્ર (સોરો) પહોઁચ્યા. શ્રી નરહરીજીએ તુલસીદાસને ત્યાં રામચરિત સંભળાવ્યું. થોડા દિવસ પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા. કાશીમાં શેષસનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ-વેદાંગનું અધ્યયન કર્યુ. અહીઁ તેમની લોકૈષણા જાગૃત થઈ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમી પાછા ફર્યા. ત્યાં આવી તેમણે જોયું તો તેમનો પરિવાર નષ્ટ થઈ ચુક્યો હતો. તેમણે વિધિપૂર્વક પોતાના માતા-પિતાનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યાઁ. When Tulsidasji narrated Ram Katha, it was a virtuoso performance. પ્રાણ રેડીને એ કથા કરતા એટલે થોડા વખતમાં લોકપ્રિય પણ થયા. એમને સંપત્તિ અને માનપ્રતિષ્ઠા પણ મળ્યાં. એટલે સંવત ૧૫૮૩ જેઠ સુદ ૧૩ના ગુરુવારે ભારદ્વાજ ગોત્રની દીનબંધુ પાઠકની એક સુંદર કન્યા બુદ્ધિમતિ (અથવા રત્નાવલી) સાથે તેમનો વિવાહ થયો. દંતકથા મુજબ રત્નાવલીએ જ તુલસીદાસજીને પોતાનાં મોહથી છોડાવ્યા હતા, અને સાધુવેશે તુલસીદાસ તીર્થયાત્રાએ નીકળી પડયા. જગન્નાથ પૂરી, રામેશ્વર, દ્વારકા અને બદરીનારાયણની પગપાળા યાત્રા કરી. ૧૪ – ૧૪ વર્ષ સુધી તેઓ તીર્થાટન કરતાં જ રહ્યાં !!!! આ ગાળામાં એમનાં મનમાં વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવના જાગૃત થઇ. આજ સમયમાં એમણે નરહર્યાનંદજીને ગુરુ બનાવ્યાં !!!! બધે સાધુસંતોને મળે, લોકોને મળે, કથાકીર્તન કરે! દેશની અને સમાજની હાલત જોઈ તેમને ખૂબ દુ:ખ થયું. બધે જ લોકો ધર્મ અને સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા હતા, તેમનામાં એક પ્રકારની નિરાશા અને નિરાધારતા દેખાતી હતી. બધે જ અન્યાય, અત્યાચાર અને અનાચારનું જોર હતું. ધર્મ, સત્ય અને ન્યાયની ભાવના શિથિલ થઈ ગઈ હતી. મુઘલ સામ્રાજ્યની ચુંગાલમાં રાષ્ટ્ર સપડાઈ રહ્યું હતું. કુટુંબજીવનમાં જૂઠ અને કલહ હતાં. માતા, પિતા, ભાઈ, પુત્ર, પત્ની, સેવક, સખાના ધર્મો અને આદર્શોનું ક્યાંય નામનિશાન નહોતું. ધર્મ પરિવર્તન દ્વારા મલેચ્છોની સંખ્યા વધી રહી હતી. સનાતન ધર્મની હાનિ થઈ રહી હતી. આ સ્થિતિ સુધારવાનો એકમાત્ર ઉપાય તેમને રામ-કથામાં દેખાયો. દેશયાત્રા પૂરી કરી પછી તીર્થાટન કરતા કાશી પહોઁચ્યા. અને ત્યાં રોજ રામ-કથા કરવા લાગ્યા.
*સૌજન્ય :* જનકલ્યાણ સામયિક
https://www.facebook.com/169886837043261/posts/
------------------------------------------
ટીમ Limited 10પોસ્ટ