આખી જિંદગી એવું ને એવુંજ રહ્યું
મારું હોવું ના હોવુ જ રહ્યું .
એ મારામાં ખામીઓ જ શોધતી રહી
ને મારું પણ કાંઈક એવુંજ રહ્યું.
ખુલી ને વાત થતી તો વાત પતી જતી સાયદ
પણ આ મન નું હતું ને મનમાજ રહ્યું.
શુ થાત "રજનેશ" જો એ કહી દેત?
આબરૂ સચવાય ગઈ જો ના કહ્યું.
તારો છું, તારો હતો ને તારો જ રહેવાનો
માથાકૂટ ના જોઈએ જો, આ કહયું.
વાત જીભની હતી એટલે માથું આપ્યું
નૈતો મારે શુ, કહી દેત આ રહ્યું.