આગ્રહ, પૂર્વગ્રહ
*************
મારી ઈચ્છા પ્રમાણે જ થાય, એવો ના રાખવો આગ્રહ,
સમય પ્રમાણે હીત, સૌનું જળવાય એવો હોય આગ્રહ.
"બીલાડી ઉતરી આડે" જ્યાં કરવા જતા'તા સારું કામ,
ના થાય કશું, ડરશો ના, મનમાંથી કાઢી નાખો પૂર્વગ્રહ.
નકામો કચરો ના ભરશો, સમય શક્તિ ને રૂપિયા વેડફાસે,
આવે જે કામ, ને બગડે ના જે, એવી વસ્તુનો કરો સંગ્રહ.
પ્રતીતિ એવી ના કરાવશો, આ શક્ય મારા થકી જ થયું,
અથડાશે એકબીજાના અહમ, ને ખોટો સર્જાશે વિગ્રહ.
સર્વશ્રેષ્ઠ થાય કામ, જો મળે મોટા ને અનુભવીનો સાથ,
છોડી દેવું તારું મારું, ને જીવનમાં રહેવું સદાય અનુગ્રહ.
પ્રેમ?જય લીમ્બચીયા
પોર, વડોદરા ૧૬.૧૧.૧૯