ખરેખર આજનો સમય ખૂબ જ વિપરીત છે. નાનપણમાં સ્કૂલમાં પ્રાર્થના સભામાં સાંભળેલા સુવિચાર આજે પણ ઊંઘમાં યાદ આવી જાય છે.
*ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ?*
આજના સમયમાં પણ ભણેલા અભણ અને અભણ ભણેલા હોય એવું લાગે છે...
*ઊંચી નીચી ફર્યા કરે જીવન ની ઘટમાળ, ભરતી પછી ઓટ છે ને ઓટ પછી જુવાળ".*
આપણા વડીલોએ સારો અંદાજો લગાવ્યો હશે એ સમયે જ્યારે તેઓ કહેતા હતા કે *પાણી પણ પડીકે વહેંચાશે,* આજે ભણેલા કોઈપણ એવો અંદાજ લગાવી શકે નહિ.
*ધર્મી ના ઘરે ધાડ પડે અને કસાઈના ઘરે કોસળ*
કહેવાનો આશય એ જ કે સોસિયલ મીડિયાના આજના યુગમાં લોકો જૂના વિચારો, આદર્શો, મૂલ્યો, લાગણીઓ ભૂલ્યા છે.