Gujarati Quote in Funny by Amita Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદી સવારે મોર્નિંગ વોક ?
.... વાદા તો નિભાયા..

વિક્રમ સંવત ૨૦૭૬ માં નવા વર્ષ ના દિવસે મને પણ ઝનૂન ઉપડ્યું કે આ વર્ષે તો શરીર માટે કંઇક કરવું જ છે. પણ હમણાં મીઠાઈઓ પતવા દો, પછી વાત. છેવટે, લાભ પાંચમ ના દિવસે મૈં ને ખુદ સે વાદા કિયા કે અબ સે હર રવિવાર કો મેં વોક પે જાઉંગી, ચાહે કુછ ભી હો જાયે.

એના ભાગ રૂપે આજે સવારે નવા શૂઝ પહેર્યાં અને વોક માટે નીકળી. બહાર જોયું તો ફરફર વરસાદ ચાલુ હતો. છટ.. એટલા માં શું બીવાનું !. ને આપણે ગાર્ડન બાજુ પ્રયાણ કર્યું. ત્યાં તો વરસાદ વધ્યો. પલળી જવાય એટલો બધો ! એક ઝાડ નીચે ઊભા રહી અને ભગવાન ને મેં પ્રાર્થના કરી, કે આમ હું તમને મોટી બાબતો માં ડિસ્ટર્બ કરતી નથી , માટે ફાસ્ટ ટ્રેક ક્વોટા માં મારી નાની બાબત ની પ્રાર્થના સ્વીકારો. આ વરસાદ બંદ થાય, ને હું મારો વાયદો પૂરો કરું.

ભગવાને ઇન્સ્ટન્ટ જ, મેગી ની જેમ પરિણામ આપ્યું અને વરસાદ ધીમો થયો. મેં પણ ધીમા અને મક્કમ પગલે ગાર્ડન બાજુ પગ ઉપાડ્યા. હવે ભીનાં રસ્તા, કાદવ, કીચડ વગેરે નું સુંદર પ્રભાતી સૌન્દર્ય માણ્યા વગર છૂટકો જ નહોતો. ત્યાં રડ્યા ખડ્યા માણસો જ આવેલા, અને મોટા ભાગે બધા ઘરડાં ડોસા કાકાઓ..ખાલી એમની પત્નીઓ જ આવા વરસાદ માં એમને છત્રીઓ સાથે મોકલી આપે. મારા જેવું યંગ અને બ્યુટીફુલ તો કોઈ આવ્યું નહોતું. એક સાથે ઊભા રહી ને બધાં સેલ્ફી નો પ્રયત્ન કરતાં હતાં પણ સેલ્ફી માં ક્યાં એમના ફેસ આવતા, ક્યાં ખાલી છત્રીઓ ! ત્યાં તો પાછો ફુલ્લ વરસાદ ચાલુ થયો.

ત્યાં દૂર સુંદર મોર દેખાયો, પણ અે સ્થિર બેઠો હતો. જાણે કહેતો હોય કે હવે હું કંટાળ્યો છું, હું નથી નાચવાનો, બસ ! એક ભાઈ હુ ઉ ઉ ઉ ઉ... યે શામ મસ્તાની.. મોટ મોટે થી લલકારી રહ્યા હતા. બીજા ભાઈ આજા સનમ મધુર ચાંદની મેં હમ...એમ સવારે ગઈ રહ્યા હતા. એક બેન રોજ કૂતરા ને દૂધ પાવા કોથળીઓ લઈ ને આવતાં, પણ આજે બુદ્ધિશાળી કૂતરા વરસાદ માં પલળવા નીકળ્યા જ નહીં ને..

ચાલી ને બહાર આવી તો નાસ્તા અને સૂપ માટે લારીઓ પર યંગ અને બ્યુટી ફૂલ ની લાંબી લાઈનો હતી. હું નિસાસો નાખી ઘર બાજુ વળી. બેલ મારી તો પતિદેવે બારણું ખોલ્યું અને મને લથપથ જોઈ ને પૂછ્યું, ' શું થયું ? ' . મેં પણ જવાબ માં કાકાઓ ની અસર માં ગીત લલકાર્યું .. બચતે બચાતે.. છુપતે છુપાતે.. તુમ ક્યાં જાનો કૈસે આઇ.. વાદા તો નિભાયા..

એમણે આશ્ચર્ય થી બાલ્કની માં જોયું. ઉપર સૂરજ મીઠું મરકતો હતો. ને તડકો જીભડો કાઢી ને મને ચિડવતો હતો .

Gujarati Funny by Amita Patel : 111281463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now