ગાન લઇ આવ્યો....
(પ.પૂ દાદાજી.પાંડુરંગ શાસ્ત્રીના જન્મ દિવસ એટલેકે મનુષ્ય ગૌરવદિન નિમિત્તે સહ સ્નેહ)
લાખોના રુદિયા ના 'રામ' ને જગાવી,
"જન્મોથી સુતેલા મદ,મોહ" ને ભગાવી,
આ ભટકેલ 'માનવીને' મારગ બતાવવા,
તું 'વેદોનું' ગાન લઇ આવ્યો.
"પારસ સમો જયાં સ્પર્શ મળ્યો તારો,"
'સોનું' બની ચમક્યો આ અવતાર અમારો,
"ઉઠ અને ઉભો થા કહી અર્જુન" બનાવવા
તું "ગીતા નું ગાન" લઇ આવ્યો.
કહેતાં શરમાઉં કેવો 'ભોગી' બની મરતો રહ્યો.
કાયા,માયા ને તારા,મારા માં જીવતો રહ્યો.
"કાયર આ પામર ને આંગળી નો સ્પર્શ આપી"
દયેય,નિષ્ઠા ને સંસ્કૃતિનું ગાન લઇ આવ્યો.
જીવન સંગ્રામ છે,જો તો જરા કેવા પડકાર છે.
"મૃત:પ્રાય ચેતના ને મત્ત આ સમાજ છે".
"અંધશ્રદ્ધા,રિવાજો ને રૂઢિઓ ને નાથવા",
'તત્વજ્ઞાન' નું અમૃત પાન લઇ આવ્યો.
સુતેલા 'સિંહ' સમા યુવાન ને જગાડી,
ક્રાંતિ નો પાઠ તે આપ્યો.
'ભક્તિફેરી' થી ગામે ગામ ને જગાવી,
'સ્વાદયાય' ના શબ્દ ને રુદિયા મો સ્થાપ્યો.
'દાદા' એ દીધા નો 'મોલ' શું કરવો,
આજ 'અંતર' થી આટલું કહેજો.
તારા ચીંધેલા રાહે ચાલી બતાવવાનો,
આજ થી જ 'કોલ' તને આપ્યો.
"તું વેદોનું ગાન લઇ આવ્યો"
"તું ગીતાનું ગાન લઇ આવ્યો"