હાંસિયામાં જેને
ટપકાવી હતી,
કામ સઘળે નોંધ
એ આવી હતી.
એમના આશિષથી
‘આંબો’ થઇ ગયો,
મેં તો નહીંતર
‘આંબલી’ વાવી હતી.
લહેરખી માની
અને બેઠો રહ્યો,
શી ખબર સાચે જ
તું આવી હતી!
અશ્રુસારે છે ખૂણે
બેસી હવે,
આંખને મેં ખૂબ
સમજાવી હતી.
મૌન એ છેલ્લે
સુધી બેઠો રહ્યો,
જિંદગીને જેમણે
ગાવી હતી.
કેટલાં તાળાં
સહજ ખૂલી ગયાં,
મારી પાસે વ્હાલની
ચાવી હતી.
- રાકેશ હાંસલિયા