love you zindgi......
આજ વાત કરવી છે જિંદગી વિશે...... થોડાં કંઈક અલગ વિચારો સાથે.....સકારાત્મક ઊર્જા મળે તે માટે.......
છે આપી મસ્ત જિંદગી જો આવડે તને જીવતા,
નથી ખુબસુરત કોઈ બીજું જો આવડે તને માણતાં...
ખરેખર ગુંચવાળા જેવું નામ નહીં કરી મૂક્યું આપણે.....જિંદગી એ આ શીખવ્યું ને... તે આપ્યું ને ....આ છીનવી લીધું... રોજ નવું નવું...કંઈ કેટલુંય સાંભળવા મળે ને આ બધામાં જ આપણે નાજુક રૂપાળા એવા શબ્દને ભારેખમ બનાવી દીધો એવું નહિ લાગતું.....
શું મસ્ત જિંદગી આપી છે ભગવાને અને હું શું જીવ્યો છું તેને.....અફલાતૂન ...મોજ પડી ગઈ હો તને જીવવાની તો... ..આવું તો કોઈ ક્યારેય બોલ્યું જ નહીં...જિંદગી ને પણ સાલુ દુઃખ લાગતું હશે યાર.....ક્યારેક તો તેના વિશે સારું બોલો.
રોજ ના રોદણાં રોવાની જ જાણે ટેવ પડી ગઈ છે... જિંદગી કંઈ લેતી કે આપતી જ નથી ......બધું જ કરે છે આપણી અપેક્ષાઓ....જે પુરી થવાનું નામ જ નહીં લેતી એક પુરી થઈ નહીં કે બીજી તૈયાર .....અહીંયા જ તો તકલીફ પડે છે .આગળ વધવું જ છે કંઈક હાસિલ કરવું છે તો કરો ભરપૂર મહેનત.....પછી જુઓ ...કઈ જિંદગી તેને છીનવી લેવાની ....
મહેનત કરવી નથીને પ્રભુ પાસે માંગ્યા જ કરવું તે વળી આપણી કઈ રીત??....એક્ઝામ આપવા જતી વખતે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન મને બધું જ આવડી જાય આ તે વળી શું?? અરે ! પૂરેપૂરી તૈયારી કરો અને પછી ભગવાનને કહો કે મેં મારું 100% આપ્યું હવે ફળ આપવાની તારી વારી.......અથવા તો તૈયારી બાદ ભગવાન પાસે માંગો કે હે પ્રભુ મને ટાઈમે બધું બરાબર યાદ કરાવી આપજે ......આ થઈ ને પ્રામાણિકતા.....આપણે તો ત્યાં પણ એટલે કે ભગવાન પાસે... ચાલે તો ચિટિંગ કરી લેવી છે... ત્યાં ચાલે... ન ચાલે.... બોસ... આપણા બધાનો બોસ છે .....લેખા જોખા બરાબર કરીને જ આપે...ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી માટે રૂશ્વત આપવાનું બંધ કરી ને સારાં કર્મો કરવાની જરૂર છે.
ઈશ્વરે આપી છે ત્યારે જ તો આપણે અહિયાં અવતરિયા છીએ બાકી તો કશું હોત જ નહીં ને....મનુષ્ય અવતાર આપ્યો , બુદ્ધિ આપી ત્યારે બધાં પ્રશ્નો છે ને ....આમ તો પ્રશ્નો છે એમ નહિ....તેની સામે પ્રશ્નો કરવા ઊભાં થયા છીએ .....ક્યાં હાથી ,ગાય, ભેંસ જાય છે આપણી જેમ ત્યાં કાંઈ કહેવા કે પછી માંગવા.....કેવી સરસ રીતે જે છે તેને સ્વીકારી લે છે....આપણે તો તેના રુણાનુબન્ધ છીએ તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ નહીં કે દલીલ....માણસ એવું પ્રાણી કે જે પોતાને જ સર્વસ્વ માને બીજા કોઈ ને નહિ..કોઈને નહિ...ભગવાનને ને પણ નહીં....આવું શક્ય બને... નહિ....અશક્ય... જેણે આપણને બનાવ્યા એને આપણે બનાવી શકીએ ....નહીં ક્યારેય નહીં....ઉતાર ચડાવ તો આવ્યા કરે એમાં ફરિયાદ શેની?? આપ્યું પણ એણે જ તો લેવાનો અધિકાર પણ તેનો જ છેને .....આપણને તો માણવા આપ્યું ને આપણે તો હક જમાવી બેઠા.....ફૂટપટ્ટી વગર એક સીધી લીટી પણ આપણે આંકી શકતા નથી તો મિત્રો આ તો જિંદગી છે તે કેમ સીધી લીટીમાં ચાલે ?? બધું પહેલાંથી જ નક્કી છે આપણે તો માત્ર આપણો રોલ ભજવી રંગમંચ છોડી નીકળી જવાનું છે..... તો પછી આ શાની દલીલો...શાના પ્રશ્નો ....ને શાનું દુઃખ..... કે આપ્યું ...ને લઈ લીધું......
મધપૂડાની માખી જેમ મૂકે નહીં મધપૂડો,
છોડાવો તો એ છંછેળાય....
એમ માનવ મૂકે નહીં અપેક્ષાઓ,
થાય નહીં પુરી તો કોસે એ ઈસને......
- તતિક્ષા રાવલિયા