#Gandhigiri
‘ગુરૂ સામે ગાંધીગીરી’
"રાડિયાઆઆ......દસમાંથી એક આંટી જાતે બનાવેલી નથી, સજા થશે."
"સર, દીવાળીમાં એક દિવસ બહાર પગ મૂક્યા વિના આંટીઓ બનાવેલ છે. જો એક પણ તાર બહારનો નીકળ્યો તો દસેદસ આંટી ફરીથી બનાવીશ. મારી સચ્ચાઈ સાબિત કરો ત્યાં સુધી અધ્યાપનમાંથી હોસ્ટેલ નહીં જાઉં."
"રાડિયા, તમે એકવાર ચીસ પાડેલી 'ઢેઢ ગરોળી', જે સામાન્ય રીતે બોલાતો શબ્દ, પણ અમે ગાંધીજીના વ્હાલા એટલે અંગત દ્વેષ રાખ્યો. પણ તમારી સચ્ચાઈ અને ગાંધીગીરીને સેલ્યુટ!
પછીથી આંટી જમા કરાવા ટેબલ સુધી પહોંચું ત્યાં સર હસીને બોલી ઊઠતા, "ચેક!"
૧૯૯૨માં બનેલી આ સાવ સત્યઘટના પછી જ્યારે પણ સર મળે અમારા બન્નેની આંખોમાં ગરવી ગાંધીગીરીનો ગર્વ છલકાઈ ઊઠે છે.
- વૈશાલી રાડિયા