# ગાંધીગીરી
એ ભલે પળ પળ બોલે ખોટું, તું સત્ય કેહવાની કોશિશ તો કર
ફેલાવે એ વાક્યુદ્ધ, તું ચૂપ રેહવાની કોશિશ તો કર
ઉકસાવે તને વાત વાત માં પણ તું રાખ તારું મન શાંત
અસફળતા મળતી રહે છતાં તું પ્રયત્ન કરતો રહે અથાગ
જો હોય ખુદ પર ભરોસો તો જિંદગી જીવાય નિડર
અપનાવી ગાંધીગીરી, તું જીવન સંવારવાની કોશિશ તો કર.