Quotes by Neha bhavesh parekh in Bitesapp read free

Neha bhavesh parekh

Neha bhavesh parekh

@neha0906
(151)

#હોઠ

તારા હોઠો પર આવેલી દરેક વાત મંજૂર છે
શરત બસ એટલીજ કે...
એનાથી કોઈના દિલને ઠેસ ના પહોચવી જોઈએ.

#મુશ્કેલ

બહુ જ મુશ્કેલ હોય છે...
ખોટું ખોટું હસીને બીજાને ખુશ રાખવાનું.

#ખોટું

કોઈ ખોટું બોલીને છેતરે એ તો સમજાય છે
પણ હું જ ખુદને છેતરુ એનો ખુલાસો કયાં થાય છે?

શરીર પર પડેલા 'ઘા'ને છુપાવવાની કળા હજાર છે
પણ હૃદયમાં પડેલા 'ઘા'ને રુઝવવાનો મલમ કયાં મળે છે બજારમાં?

#પરિચય

પરિચય એવો તો ખાસ ન હતો
તોય લાગણીના તાર જોડાઈ ગયા...

રહ્યા ભલે એકબીજાથી દૂર
તોય મીઠા સંબંધ બંધાઈ ગયા...

સાવ કોરા સંદેશામાં પણ તું રોજ મલકાય છે
યાદ તારી આવતા પાંપણ મારી છલકાય છે.

Read More

#દિલ

બધા લોકો મને ઓળખે એ ગમે...
પણ જો ઓળખી જાય તો ના ગમે...
ચહેરા પર તો માત્ર એક ઝલક હોય છે
બાકી દરેક માણસ દિલ થી અલગ હોય છે.

Read More

#વધવું

વધી શકુ હરણફાળ...
મળે જરા અમથો જો તારો સાથ.

# ગાંધીગીરી

એ ભલે પળ પળ બોલે ખોટું, તું સત્ય કેહવાની કોશિશ તો કર
ફેલાવે એ વાક્યુદ્ધ, તું ચૂપ રેહવાની કોશિશ તો કર
ઉકસાવે તને વાત વાત માં પણ તું રાખ તારું મન શાંત
અસફળતા મળતી રહે છતાં તું પ્રયત્ન કરતો રહે અથાગ
જો હોય ખુદ પર ભરોસો તો જિંદગી જીવાય નિડર
અપનાવી ગાંધીગીરી, તું જીવન સંવારવાની કોશિશ તો કર.

Read More

દિલની દરેક વાત હોઠ પર લાવવી જરૂરી નથી હોતી...
કોઈકવાર કોઈની યાદમાં મૌન રહેવું એ પણ પ્રેમ જ કહેવાય.

FRIENDSHIP DAY STORY

એક તું જ ----------

'સોરી યાર.'
'પણ, તું છે ક્યાં?'
'હું શાલુ વગર નહિ રહી શકું.હું અને શાલુ કાલે મંદિરમાં લગ્ન કરીએ છીએ.'
'બધીજ તૈયારી થઇ ગઈ છે અને તું...આગલી રાતે...અંકલ-આંટીની શું હાલત થશે? નીરજાનો તો વિચાર કર, ઘરની આબરૂ...'
‘તું મારો જીગરજાન છે, મને ખબરછે તું બધું જ સંભાળી લઈશ.’
'તારા માંટે તો જીવ પણ આપી દઉ પણ...તે આ શું કર્યું?' અને ફટાક કરતો ફોન કપાઈ ગયો.
મારતા ઘોડે શાશ્વત દોડ્યો નિલયનાં ઘેર.
'આ છોકરાએ અમને ક્યાંયના ના રહેવા દીધા' નિલયનાં મમ્મી-પપ્પાતો જાણે બેભાન જેવા થઇ ગયા.
‘અંકલ, નીરજાને વાંધો ના હોય તો કાલે જાન જોડવા તૈયાર છુ.'
-------------------------------------------------------------------

Read More