નિકળાશે નહીં ઘરબાર આજે વરસાદ છે
તુ જોઈશ ના મારી રાહ આજે વરસાદ છે,
ધોવાઈ ગયા છે રસ્તાને ઊગ્યું ઝીણું ધાસ
ચોમેર પાણીની ધાર આજે વરસાદ છે,
પહોચુ લઈને છત્રી એ પવન સંગ પધારે
પળમાં બનાવે જો કાગ આજે વરસાદ છે,
નેવે ઝરતા ઝરણામાં સ્મરણો તારા રેલાઈને
ટાઢા બૂંદમાં ટપકે યાદ આજે વરસાદ છે,
ઘડી મેળાપની આવી દુશ્મન જેવો મેઘરાજ
લાવ્યો વિજળીનો ચમકાર આજે વરસાદ છે,
બારણે ઉભી નિહાળું કેમ રે સમજાવુ સંતાપ
નરમ ના પડતો મેહુલો ઠાઠ આજે વરસાદ છે,
વૃક્ષોને ભીજવતો પર્ણ ડોલતા ઉન્માદમાં
'સાંજ'ચિડવે વરસી ધોધમાર આજે વરસાદ છે.
- નિમુ ચૌહાણ.. સાંજ