Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તુ દોષથી બચવું હોય તો કરો માત્ર આટલું, સામાન્ય સાવરણી પણ કરી શકે જીવનને બરબાદ !

આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરનું વાસ્તુ કેવુ છે તેના પરથી આપણા સૌની ખુશીનો ક્યાસ લગાવી શકાય છે. જે ઘરમાં સતત તકરાર, લડાઈ, બીમારી, એક બીજા સાથે બોલવું પણ ન ગમે તેમજ આર્થિક ફટકાઓ પડ્યાં કરે તો સમજી લો કે ઘરમાં ક્યાંકને ક્યાંક વાસ્તુ દોષ રહેલ છે. તેને જરૂરથી સમય પર નિવારવામાં ન આવે તો ખુબજ મોટુ નુકસાન થાય છે. જો ઘરમાં વાસ્તુદોષ હોોય તો કોઈને કોઈ નાની મોટી સમસ્યા આવ્યા જ કરે અને ખુબજ પ્રયાસ કર્યા પછી પણ સફળતા મળતી નથી. જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

કેટલાક આ ઉપાય અજમાવવાથી જરૂર ફાયદો થશે

ઘરમાં કેવું વાતાવરણ છે તેની સીધી અસર ઘરમાં વસતા લોકો પર પડે છે આથી સવારે જ્યારે પણ ઘરના સભ્યો ઉઠે ત્યારે ઘરમાં પવિત્ર અને ભગવાનની પ્રાર્થના ચાલતી રહે તો વાતાવરણ શુદ્ધ થાય છે. રોજબરોજના કામમાં વ્યસ્ત થાઓ એ પહેલા જરૂરથી થોડો સમય ભગવાનને સમર્પિત કરો. ભજન અને પ્રાર્થના કરો. થોટો સમય પોતાની જાત સાથે ગાળો આંખો બંધ કરી ભગવાનને યાદ કરી લો.

વાસ્તુશાસ્ત્રમા એ વાતનું વર્ણન કરવામાં આવે છે તે સાવરણીને ક્યાં રાખવી જોઈએ. કેમકે સાવરણીને માતા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. આથી ક્યારેય સાવરણી પર પગ ન રાખવો જોઈએ.

જમવાને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. ભોજનને આપણે ખુબજ પવિત્ર વસ્તુ માનીએ છીએ આથી ક્યારેય પલંગ પર બેસીને જમવું ન જોઈએ. ઘરની સાફ સફાઈ કરતી વખતે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.

જે જગ્યાએ ભોજન ઢોળાયું હોય તેના પર પગ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. આવું કરવાથી અન્ન દેવી નારાજ થાય છે અને ઘરમાં રહેલી બરકત જતી રહે છે. એઠા હાથથી કોઈ વસ્તુને ક્યારેય ન સ્પર્શો અને કાળજી રાખો કે એઠા વાસણ રાત્રે ઘરમાં એમ જ નપડ્યાં રહે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111250056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now