શોધજે મને
ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં
હું નહી મળું...
શોધજે મને
નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો વિસ્તરેલી દુરતામાં
હું નહી મળું...
હું અલગ છું
અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં
હું નહી મળું...
મારા મૌનમાં પણ
ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં
હું નહી મળું !!!
#અજ્ઞાત