દિકરી... પ્રેમ ની પરિભાષા...
લાગણી નો દરિયો.. ને વહાલ નો ઉજાસ..
દીકરી મારી એ પ્રેમ નું આકાશ..
એના થકી ગુંજી ઉઠે છે ઘર.. અવાજ એનો મીઠો કલરવ..
પ્રેમ નો પડછાયો ને મસ્તી ની છોળો..
કૃષ્ણ ની વાંસળી.. ને સરસ્વતી ની વીણા..
મધુર સંગીત ની સુમધુર પંક્તિ..
અંધકાર પછી નું પ્રભાત.. ફૂલો ની સુવાસ..
શબ્દો એના ખળખળ વહેતી નદી..
પગલા એના દરિયા ની મોજ..
જીવન ની આશા ને પ્રેમ ની પરિભાષા...
સ્મિત નું કારણ.. ને હતાશા થી દૂર..
જેમ ઇશ્વર નું જ કોઈ અનંત સ્વરૂપ..
ધન્ય છું હું હે પ્રભુ.. દીકરી ના રૂપ માં પામ્યું મેં તારું સ્વરૂપ..