"પરોઢિયે જાગુ છું જ્યારે જ્યારે, આભાર માનુ છું પ્રભુ ને ત્યારે ત્યારે.
ચા ની ચુસ્કી લઉ છું જ્યારે જ્યારે, મનમાં તણખા રૂપી વિચાર ફુટે છે ત્યારે ત્યારે.
વર્ષા ને જોઉ છું જ્યારે જ્યારે, મોરપીંછ ની ઝલક દેખાય છે ત્યારે ત્યારે.
ઠંડી નો અનુભવ થાય છે જ્યારે જ્યારે, ઉનાળા ના ભાનુ ની યાદ આવે છે ત્યારે ત્યારે.
રાત્રે નિદ્રા ને આરામ આપુ છું જ્યારે જ્યારે, સપના હજાર આવે છે ત્યારે ત્યારે."
- ઍક જોકર ની કલમ.