Gujarati Quote in Thought by prof. shingala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# શું માત્ર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે એને જ શ્રેષ્ઠ શિક્ષક કે'વાય?
શું !!!
*1 પણ મિનિટ મોડું કર્યા વગર રોજ સમયસર શાળાએ પહોંચી જાય એ શ્રેષ્ઠ નથી?
*રોજ શાળામાં જઇ ને બાળકોને ભણાવવા સિવાય એક પણ કામગીરી (દા.ત.ટાઈમપાસ કરવો)ના કરે એ શ્રેષ્ઠ નથી?
*ધોરણ 1 માં 50 ની સંખ્યામાં વર્ષની શરૂઆતના માત્ર 2 જ મહિનામાં 20 થી 25 બાળકોને વાંચતા કરી દે એ શ્રેષ્ઠ નથી?
*પોતાના પાસે ભણીને ડોકટર,એન્જિનિયર,શિક્ષક,પ્રોફેસર બનેલા વિદ્યાર્થીઓ 20 વર્ષે પણ મળે ત્યારે રસ્તા વચ્ચે પગે લાગે એ શ્રેષ્ઠ નથી?
*સામે બેસેલા વિદ્યાર્થીને પોતાનું સંતાન માનીને ભણાવે અને આગળ લાવે એ શ્રેષ્ઠ નથી?
*નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીને ઊચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરે એ શ્રેષ્ઠ નથી?
*શાળાને એ પોતાનું જ ઘર માનીને સ્વચ્છ રાખે,શાળાની મિલકતને નુકશાન ના થાય એનું ધ્યાન રાખે એ શ્રેષ્ઠ નથી?

*દુનિયાના કોઈક ખૂણે બેસેલા આવા મહાન શિક્ષકો કે જેને એવોર્ડ નથી મળ્યો,એમને હકીકતમાં તો એક એવોર્ડ મળેલો જ છે અને એ છે ઈશ્વર તરફથી મળેલો શિક્ષક તરીકે ની ફરજ નો એવોર્ડ. અને એ એવોર્ડ સામે તો બીજા બધા જ એવોર્ડ કદાચ ટૂંકા પડે*
વિચારોના વમળ
(ચિરાગ)

Gujarati Thought by prof. shingala : 111248786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now