દૂરસુદૂર નજર દોડાવી, માનવ દીસે ન ક્યાંય.
માનવતા ગયો ભૂલાવી, માનવ દીસે ન ક્યાંય.
સ્વાર્થરત સઘળા સજીવો કેવળ જે શ્વસતા,
અવરનું ગયો વિસરાવી, માનવ દીસે ન ક્યાંય.
ડગલે પગલે " મારું મારું " " તારું " ના વિચારે,
સંકુચિતતાને અપનાવી, માનવ દીસે ન ક્યાંય.
હિંસક પશુને શરમાવે એવો જેનો વ્યવહાર,
ઔદાર્ય દીધું દફનાવી, માનવ દીસે ન ક્યાંય.
' પૈસો' જેનો હોય પરમેશ્વર કરે યત્ન પારાવાર,
માનવનું મ્હોરું અજમાવી, માનવ દીસે ન ક્યાંય.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.