* નકલ ને ક્યાં અક્કલ * ૪-૯-૨૦૧૯
નકલ કરીને આમ આગળ આવ્યા,
અસલને જાણે પાછળ છોડી આવ્યા.
કાચનો ટુકડો હીરો બનવા ચાલ્યો,
કોહિનૂર ને ઝાંખો કરવા ચાલ્યો.
નકલ કરીને પોતાની છબી ઊભી કરવા ચાલ્યા,
અસલને ધૂળમાં રગદોળવા ચાલ્યા.
નકલ કરીને હવામાં ઊડવા લાગ્યા,
અસલને જાણે પછાડી આવ્યા.
નકલ ને ક્યાં અક્કલ ચલાવવાની હોય છે,
અસલને ક્યાં કોઈ સરહદ હોય છે.
ભાવનાના ભાવની નકલ એમ ક્યાં કંઈ થાય છે,
અસલની અસલિયત એમ ક્યાં કોઈથી દબાઈ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ......