Forwarded
વાંચો *હૃદયસ્પર્શી* વાર્તા ‘ *બે* *કપ* *ચા* ’
ભાગ-4
ફરી એક વાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં.
સોમવારે દવાખાનું ખોલ્યું અને કેઈસ લખવા વાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઇ લઈશ.
અને પછી સુકેતુ અને નેહલે સેવા શરુ કરી દીધી. ગરીબ અને જરુરીયામંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા!! થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ. ડોકટર *એશોશિએશનના* પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું.
“ કેમ મોટો *એવોર્ડ* લેવો છે કે *મહાન* થઇ જવું છે?? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોકટરને *હલકા* દેખાડવા માટે છે. આ આપણા *સંગઠન* નાં નિયમ વિરુદ્ધ છે” સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોકટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું. સુકેતુ એ કહેલું.
*“* જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી *પહેલો* *નંબર* લાવતો આવ્યો છું. *મેડીકલ* માં પણ કોલેજ *પ્રથમ* હતો. પણ તે દિવસે જીવનમાં *સભ્યતા* ની બાબતમાં એ *સ્ત્રી* મારી કરતાં *આગળ* નીકળી ગઈ!! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ *સાવ* *નિસ્વાર્થ* ભાવે!! હવે તમે જ વિચારો કે આ *સુકેતુ* *પટેલ* *ગોલ્ડ* *મેડાલીસ્ટ* *સભ્યતા* ની બાબતમાં *પ્રથમ* નંબર ના લાવી શકે!! હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી *સ્ત્રી* ની *સભ્યતા* ની આગળ હું *ઉણો* ઉતરું?? ક્યારેય નહિ હું કોઈ કાળે *સભ્યતા* ની બાબતમાં ક્યારેય *ઓછો* *ઉતરીશ* નહિ!! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું *અનુસરણ* કરે તો આ *પવિત્ર* *વ્યવસાય* પુરેપુરો *ખીલી* જશે *”* અને ડોકટર *શર્મા* ને આ *ડોકટર* *દંપતી* પર આજે ખુબ જ *ગર્વ* થયો.
અત્યારે *ઘણી* બધી *હોડ* ચાલે છે. કોઈને *પછાડવા* ની તો કોઈને *જડમુળ* થી *ટાળી* દેવાની *હોડ* !! પણ જે દિવસથી આ *જગત* માં *સભ્યતા* ની બાબતમાં *શ્રેષ્ઠ* બનવાની *હોડ* ચાલશે તેજ દિવસથી જગત ખરેખર *નંદનવન* બની જશે .
સમાપ્ત