Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહોરાં* લેખ... 2-9-2019

આજના માહોલમાં બધે બધા મહોરાં જ પહેરીને જીવે છે. જે વ્યક્તિ કામમાં આવતી હોય એને જ માન પાન મળે બાકી તમને આવકાર પણ ના મળે. તમે કોઈ નું અપમાન કરશો.. કોઈ ની ઉપેક્ષા કરશો તો સામે વાળી વ્યક્તિ સહન કરી લેશે પણ તમે એની સાથે ( દેખાડો ) બનાવટી વ્યવહાર કરશો અને દેખાવ પૂરતી લાગણીઓ બતાવી તો સાચે જ અસહ્ય બની જશે. એ સમજીને ચૂપ રહેશે પણ તમારાથી દૂર થઈ જશે. કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે... પણ કાગળનાં ફુલો જે ખુશ્બુ વિહોણા ફૂલોને સ્પર્શતાં જે વેદના વેઠવી પડે છે એ બધા ક્યાં સમજી શકે છે.... વાંચવા ખાતર વાંચવા થી કોઈ ની વેદના ના સમજાય એના માટે ઉંડા ઉતરવું પડે.. આજકાલ તો લોકો ને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડી ગઈ છે! આજે આપણી માણસાઈ મરી પરવારી છે.... અહીં તો બધું જ બનાવટી... આવકાર પણ બનાવટી અને આવજો પણ બનાવટી... આજે તો દિલની ભાવના પણ બનાવટી હોય છે...આજે હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકવાદી... ગ્લીસરીની જાણે જિંદગી આંસુ.... સાચાં કે ખોટા ઓળખવા મુશ્કેલ.... મહોરાં લગાવી બીજાને અને પોતાની જાતને છેતરતો આ માણસ....

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111247149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now