"મિત્ર"
★ કેવી રીતે માનું તારો આભાર તે કેટલી સંભાળ
મારી રાખી છે, કહેલી સાચી-ખોટી દરેક વાત
મારી સાંભળી છે.
★ થાકી બેઠો જીંદગીથી ત્યારે હિંમત તે મને
આપી છે,સાથે નતું કોઈ જ્યારે આંગળી
તે મારી ઝાલી છે.
★ મારા વગર પ્રવાસની મજા ક્યાંતે માણી છે,
કીધા વગર મનની દરેક વાત તે જાણી છે.
★ મારા પર આવતી દરેક મુશ્કેલીઓ ને લાત
મારીને કાઢી છે,લોકનિંદા નું પાંજરું તોડી
ઉડવા પાંખો તેજ આપી છે.
★ તારી ગેરહાજરીમાં મહેફીલ ક્યાં કદી જામી
છે,ખુશનસીબ છુ હું કે ભગવાને હાજરી તારી
આપી છે.
★ ફ્રેંડશીપડે ના દિવસે દોરી ક્યાં તે બાંધી છે,
તેમછતાં દોસ્તી નિભાવવામાં કસર ક્યાં તે
રાખી છે.
★ જોડે છે ઘણા પણ યાદ તારીજ હંમેશા
આવી છે, વિત્યા છે હજુ જીવનના અમુક
પલ હજુ તો જીંદગી સાથે જીવવાની બાકી છે.
લી:દીપ શુક્લ.