Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ:૯


વિચારવા કરતા વધુ તે દીકરીની નજીક જઈ ઉભી રહી,ફક્ત તેની આજીજી ભરી આંખો કહી રહી હતી દીકરી મને સમજવાની કોશિશ કરજે..ષોડશી માના હાથને હાથ મા લઈ એટલુંજ બોલી,”મને અહીં ભણી લેવા દે.હુ જરૂર તારી પાસે આવીશ.શીખા ને સમાજને સંસાર નડતા હતા.હસમુખભાઈને કેશુએ સમજાવ્યું કે ગામમાં તો અમારે જવાબ આપવાનો છે ને???તમે બન્ને નીકળી જાવ.વાસુએ પોતાના અપંગ હોવાની વાત કરી હતી તેથી તે શીખાને કહેવા લાગ્યો કે વિચારી ને જે પગલું ભરવું હોય તે ભરજે,પણ શ્વાસે શ્વાસે વાસુ જ હતો તેથી તે હસમુખ ના પગે પડી મૂક આભાર માની નિકળી ગઈ.કેશુએ ષોડશીની સામે જોયું .બાળપણથી જેને ઓળખી હતી તેની આંખો વાંચી તે પણ નીકળી ગયા બન્ને જણ...
ષોડશીએ પિતાનો હાથ પકડીને સમજાવી દીધો પોતાનો નિર્ણય.બાપ દીકરી ચુપચાપ બેસી રહ્યા..મૃદાએ રસ્તામાં શીખા અને વાસુકાકાને જતા જોયા ને તે પોતાની સખી ના ઘર તરફ વળી એક પ્રશ્ન સાથે કેમ તું ન ગઈ?કોણ ત્યાગી..તે દોડી ને ઘરમાં પ્રવેશી..હાથના સ્પર્શમાં જ પ્રશ્ન ...હતો.

જયશ્રી પટેલ
(ક્રમશ:)

Gujarati Story by Jayshree Patel : 111246076
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now