હું તને ફરી મળીશ...
હું તને હજી ફરી મળીશ ,
ક્યાં ? અને કેવી રીતે ?
મનેય ખબર નથી... !
કદાચ હું ;
તારી કલ્પનાનો વિચાર બનીશ...!
અને કદાચ ;
મારી જાતને તારા કેનવાસ પર ,
એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ...
હું સતત તારી સામે તાકી રહીશ...
પણ , હાં હું તને ફરી મળીશ .