Gujarati Quote in Motivational by Naranji Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

26 વર્ષની ઉંમરે સાહિત્ય કવિતાની પરાકાષ્ઠા સર્જનાર
નામ: નેકનામદાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ,
સાહિત્ય અને યુવાનો ના હૃદયમાં : કલાપી.
જન્મ : 26 જાન્યુઆરી 1874
*સ્વર્ગવાસ: 09 જૂન 1900 (માત્ર 26 વર્ષનું આયુષ્ય)*
અને એક માત્ર ગરસિયો જેનું સાહિત્ય/કવિતાઓ વિદ્યાર્થીઓ ને પાયામાં ભણાવવામાં આવે છે.
ત્યારે કલાપીની કવિતાની અમુક પંક્તિઓ અને વિવિધ છંદો.
(કલાપી )
શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ
હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી
એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો,
ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી
ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત
તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું
કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને
નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં
ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ
શાંત બેસી રહીને,
જોતાં ગાતો સગડી પરનો
દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ
અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે
‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી
દે તું મને’બોલીનેઅશ્વેથી
ઊતરી યુવાન ઊભીને
ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’
એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ
જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

‘બીજું પ્યાલું ભરી દેને,
હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવાને
માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે !
કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’
આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી
ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

‘રસહીન ધરા થૈ છે,
દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’
બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ ! અરે
ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે,
એવી ધરા છે અહીં;
છે જોએ મુજ ભાગ કૈં નહી સમો,
તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની,
પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !
પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

*લી. ધર્મરાજસિંહ વાઘેલા છબાસર*


*કવિ કલાપી નું નામ આવે અને આપણ ને ઘણી સુંદર કવિતાઓ યાદ આવવા લાગે અને એમાંની એક કવિતા "

Gujarati Motivational by Naranji Jadeja : 111245129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now