નાના હતા ત્યારે પરીક્ષામાં આવતું
જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, ખરા ખોટા લખો...
હવે જીવનની આ કસોટીમાં,
જોડકા તો જોડાઈ ગયા જેમ તેમ કરીને,
પણ કેટલીક ખાલી જગ્યાઓ _______ તો આજે ય પૂરી શકાઈ નથી....
ને ખરા ખોટામાં તો હજીયે ફાંફા મારીએ છીએ કે જીવનમાં ખરું શું ને ખોટું શું???