ભાગ ૬
(આગળ)
થોડો સમય જતા એક દિવસ વાદળો ઘેરાયા હતા
ને તે રાત્રે અચાનક શીખા આપણા ઘરે આવી.તે પણ એક શિક્ષિકા હતી.તેથી ધણી સમજુ હતી.વાસુ તેના બીજ રૂપે તને તેના ઉદરમાં છોડી ગયો હતો.તે ફક્ત મને કહેવા આવી હતી કે ગામમાં તે રહી સકશે નહિ.કેશુ ને તે સંદેશો પહોંચાડવા આવી હતી. તેમના ખાનદાનનું એક વારસ તેના પેટમાં છે..તે એને જન્મ આપશે પણ ગામમાં તો લોકો ચૂંટીજ ખાશે માટે આજે જ ને હમણા તે ગામ છોડી નીકળી જવા માંગતી હતી.
મે કેશુને સમજાવ્યો કે તે શીખાને અપનાવી લે...પણ કેમ જાણે શીખા તૈયાર નહોતી.આ વાત મારા બા દરવાજા પાછળ ઉભા ઉભા સાંભળતા હતા.ગામની એક દીકરી આવી રીતે દર દર ભટકશે એ જ વિચારથી બા દુ:ખી થયા.તેઓ બહાર આવ્યા ને શીખાને સમજાવી ,”દીકરા સમાજ આકરો છે,તુ એકલી લડતા થાકી જઈશ ને આવનાર બાળક પણ સમાજનો સામનો કરતા કરતા તારી વિરૂદ્ધ થઈ જશે.હું તને અપનાવા તૈયાર છુ.હસમુખ પણ તૈયાર થશે.એ એની બાની વાત નહિ ટાળે.એ દિવસે દેવી જેવી મારી બાનુ વિશાળ હૃદય જોઈ હુ ને શીખા તો આભા જ થઈ ગયા. એકના એક દીકરાને મિત્ર ની પ્રેમિકા સાથે પરણાવા તૈયાર થનારને એક મા બનનારી સ્ત્રી ના જીવનને સમજનારી આ સ્ત્રી મારી બાને અમે ઝૂકી ગયા.પિતાજીના મૃત્યુને હજુ વરસ પણ નહોતુ થયું .એ કારણ આપી શીખાના મા બાપ પાસે માંગુ નાંખીને સાદાઇથી ઘડિયા લગ્ન કરી નાંખ્યા. ષોડશી તો
આ સાંભળી જ રહી,પપ્પાએ મને લાવારીશ થતાં બચાવી લીધી.ધન્ય છે તે દાદીમાને કે તેની મમ્મીને કલંકમાંથી બચાવી લીધી.તેની આંખો મા આંસુ આવી ગયા તે કૃતજ્ઞાથી પપ્પા તરફ જોવા લાગી.આ એજ પપ્પા છે જેમનું તે લોહી નથી છતા તેને લાડકોડથી ઉછેરી.દરેક જીદ પૂરી કરી,તેણીને ગળે ડૂમો ભરાયો,
તે વહાલથી પપ્પાને બાઝી પડી.
હવે તેને સમજાયું કે કેશુકાકા તેને કેમ લાડલડાવતા.તેમને ત્યાંથી ભેટો આવતી...તેને કેમ કેશુકાકા જેવી છાંટ પોતાના ચહેરા પર દેખાતી.એની આંખમાં છતા બીજો પ્રશ્ન હતો કે તેનું નામ કેવી રીતે વાસુકાકા એટલે કે જે ખરેખર તેના પિતા હતા તેણે પાડ્યું ?
(ક્રમશ:)