Gujarati Quote in Blog by Baalak lakhani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડિયર પ્રેમ

ડિયર પ્રેમ શું તે તું છે ચાંદ પર બેઠેલી ને ચરખો કાતતી?
ડિયર પ્રેમ શું તે તું છે જે લટકાવી દે છો સપના ના રંગ નું એક પાતળું સૂતર મારા ખોરડા પર? , અને કદાચ રાહ જોવાય છે મારી
તેના પર લટકી ને ઉપર અવવાની, જો તે તું છે? તો મોકલ એક મોટું દોરડું,

તે સૂતર નું પાતળો તાંતનો નહીં ઉઠાવી શકે મારો વજન અચંબ્હાવિત ના થા, હું તો પહેલા ની જેમ દુબલો પાતળો જ છું, પણ મારો વજન વધી ગયો છે, મારા હદય મા દબાયેલી તે વણ કહી વાતો ના ભાર થી જેને મેં હમેશાં બતાવાંવા ની કોશિશ કરી હતી પણ ક્યારેય કહી નથી કહી શકીયો,

જેને તુ સાંભળી લેત તો આમ નજરે ના ચડતે ચાંદ પર ચારખા સાથે મૌન ના દોરા કાતતા,

ગગન માંથી ના ટપકતી આમ તારા રડવાની ભીનો અવાજ
ડિયર પ્રેમ ફેંક જલ્દી થી કોઈ મોટું દોરડું, હું ઉપર આવીને તારા સપર્શ ના ગુરુત્વાકર્ષણ થી ઓછું કરવા માંગુ છું, મારું વજન બતાવી દેવા માંગુ છું, તે બધું જે ના થી આજ સુધી તું સાવ અજાણ છો, વધી ગયો છે તે વજન હવે તેને ઊંચકી ને અહીં ચાલવું ખૂબ અઘરું થઈ ગયું છે,


ડિયર પ્રેમ હું તને ત્યાર થી પ્રેમ કરું છું, જ્યારે તું એક કેટર પીલર હતી, અને હું ગૂંચવાંયેલો રહેતો હતો તારા રેશમી તાતાના મા,

તું નિહાળતી હતી હમેશા મને તારા સ્મિત ના દૂરબિન થી અને હું, મથતો હતો ઉકેલવા ની તે દરેક નાકામ કોશિશ પર, હું ગૂંચવાંયેલો જ રહીયો તે રેશમી તાતાના મા અને તું કોણ જાણે ક્યારે ઉડી ગઈ પતંગિયું બની મને પણ ખબર ના રહી,

તારા ગયા પછી હું ખોજેતો રહીયો જ્યારે પણ કોઈ પતંગિયું દેખાય તો હું તેની પાછળ દોડતો, અને તે કોશિશ મા ને કોશિશ મા કેટલી એ વાર હું ભૂલો ગયેલો છું,

મને હજુ પણ નથી ખબર હું ક્યાં છું પણ જ્યાં પણ છું ત્યાં એક ચાંદ છે, અને તું તેના પર બેઠેલી છો ચારખા થી સૂતર કાતતી, અને કદાચ સાંભળતી છો મારી વાતો ધ્યાન થી,
ડિયર પ્રેમ જો તું સાંભળી ચૂકી છો તે બધી વાતો તો મારી એક ઇચ્છા છે તે પૂરી કરજે, હું કાલે એક ડાઘ વગર નો ચાંદ જોવા માંગુ છું





❤️?: બાળક

Gujarati Blog by Baalak lakhani : 111242672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now