તારી સાથે બાંધ્યો છે મેં
જનમજનમનો સથવારજ
રાધા રહીશ સદા હું તારો....
તારૂ નામ રટયા કરે છે
મારા અંતરનો એકતારો
રાધા સદા રહીશ હું તારો
આભે મલપતા ચંદ્રને જો જે
માની લે જૈ ઇશારો મારો
રાધા રહીશ સદા હું તારો
રાજકાજમાં ભલે રહુ ડૂબેલો
ચિત્ત કરશે તારા વિચારો
રાધા રહીશ સદા હું તારો
મારા જીવનની નાવનો
કેવળ તું જ છે કિનારો
રાધા રહીશ સદા હું તારો
તારો સ્પર્શ થયો ને
તરબોળ થયું
ઝૂરતું મન
તારુ સ્મરણ આવે ચિત્તમાં
મા આંખે વરસે સાવન
લહેરાતા યાદોના વન
તારી મુસકાન લહર
શિશુને દેતું
જીવન ધન!
મા,તારો મહિમા જગમાં છે ન્યારો
જીવવા માટે ખૂબ જરૂરી
છે તારો સધિયારો...મા.
આજ-કાલમાં તું અણનમ
હરપળ મન ઇચ્છે સથવારો...મા.
વેદ પૂરાણમાં તું
ઉપનિષદમાંય તું
વર્તમાનમાંય તું
મા, તારો મહિમા છે ન્યારો
કાર્તિકેય ગણેશની વચ્ચે
જંગ ગતિનો જામ્યો
કાર્તિકેય ભ્રમણમાં ઉપડયાં
ગણેશ રહી ગયા નીજ ધામે
ઊભા રહી વિચારે
હવે જીતવા શું કરવું મારે?
પ્રદક્ષિણા કરી માત-તાતની
એને તીરથ અડસઠ જાણી
મહિમા ખૂબ વધાર્યો
બુધ્ધિથી ચહુ દિશ ડંકો બજાવ્યો
મા, તારો મહિમા છે ન્યારો!