Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છાનીછાની કેવી મલકાય ગોરી.
રોમેરોમે રખેને એ પુલકાય ગોરી.

યાદ પ્રિયતમની એને સતાવતી,
ભરવસંતે પણ એ મુરઝાય ગોરી.

હૈયાવલોણું કેવું એના અંતરનું,
પિયુની યાદે રે એ અકળાય ગોરી.

વસમી વેદના વિયોગની મનમાં,
અશ્રુ નૈનથી કેવાં ઊભરાય ગોરી.

બંધ અધરબિંબ થૈને અવાચક,
નજરે પ્રેમસુધા છલકાય ગોરી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111240970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now