Gujarati Quote in Microfiction by Nilay

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?????????

વડા મા ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી, એવી સાતમ આઠમ હવે નથી આવતી...

હાથમાં લઈ પતરાંના દેડકાં ટક ટક કરતા મેળામાં જઇએ, એવી સાતમ આઠમ હવે નથી આવતી...

લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા, એવી સાતમ આઠમ હવે નથી આવતી...

શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી...

હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા, એવી સાતમ આઠમ હવે નથી આવતી...

મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી, એવી સાતમ આઠમ હવે નથી આવતી...

?????????

Gujarati Microfiction by Nilay : 111240103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now