*પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી...*
*હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં જઇએ એવી સાતમ આઠમ હવે નથી આવતી...*
*લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી...*
*શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી...*
*હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી... મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી. એવી સાતમ આઠમ હવે નથી આવતી...*