Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચનાત્મક
ભાગ : ૧

ષોડશી સુંદર નામ ,સાંભળતાં જ રોમાંચિત થઇ જાય છે સૌ .પણ જયારે પણ કોઈ બૂમ પાડે કે તરત જ તેણી મોં મચકોડતી જાણે કોઈની સાથે વાત જ ન કરવી હોય તેમ સાંભળ્યું ન સાંભળ્યું કરી દેતી.એની સહેલીઓ ઘણીવાર સમજાવતી પણ એ તો જાણે સમજવાં જ ન માંગતી હોય તેમ હમમમ નો છણકો કરીને ત્યાંથી ઉઠી જતી ક્યા ચાલી જતી.
આમને આમ તે મોટી થતી ગઈ, દેખાવે તે રૂપવાન તો નહોતી પણ આકર્ષિત તો હતી. તપખીરી આંખો ને સોનેરી
સુંદર વાળ ,સુંદર હોઠ ને મધુર કડવું સ્મિત, વસ્ત્રો પરિધાન અસાધારણ સામાન્ય છોકરીઓ જેવો જ પણ ચીવટ થી પહેરવાની રીત તેથી લોકો બે ઘડી જોતા રહે ખરા...!જે કોઈ નામ પૂછતું તેને બે ઘડી પછીજ જવાબ મળતો,".નામ...અરેર જવાદોને શું રાખ્યું છે નામ માં?" હસી પડતી પણ હાસ્ય મધુર કડવું રહેતું અને અલ્લડતા થી કહેતી ,"તમે બોલાવો તે મારૂ નામ....! લોકો ભોચક્કા રહી જતા.તેના માતાપિતા તો સમજી ન સકતા.
નામ માટેની એની ઘૃણા સમજાતી નહિ પણ તેના મનને જાણનારી તેની સખી તેને સમજાવતી , તે બાળપણથી જ તેનો પડછાયો હતી,તેનું નામ મૃદા હતું નાજુક નમણી સાવલી હતી,નામ પ્રમાણે જ ઉઠવું બેસવું મૃદિત હતું. તેણી શોધ્યા કરતી કાયદેસર જો નામ બદલાય તો કેવીરીતે બદલવુ. મૃદા સમજાવતી કે તું શોધી કાઢ તારૂ નામ..પણ તે ચોક્કસ નહોતી કે નામ બદલવુ કે નામ પાડનાર ને ઊધાડા પાડુ...?
(ક્રમશ)

જયશ્રી.પટેલ

Gujarati Story by Jayshree Patel : 111239395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now