હવે થોડાં દિવસો બાદ રાંધણ છઠ્ઠ આવશે અને બીજા દિવસે શીતળા સાતમ ત્યારે ઠંડુ ખાવું જોઈએ/ ના ખાવું જોઈએ ને લગતી કેટલીય પોસ્ટનો મારો ચાલું થઈ જશે... પહેલ હું જ કરી દઉં ત્યારે...?
કેટલાક લોકો કહેશે કે ઠંડું શા માટે ખાવાનું? અમે તો ધરાર ગરમ બનાવીને જ ખાઈએ..! ઠીક છે રસોડું તમારું મરજી તમારી પણ... એ રસોઈ રાંધશે કોણ?
એક શીતળા સાતમને દિવસે ગૃહિણીઓને રાંધવાની રજા હોય ત્યારે કેટલી શાંતિ અનુભવાય એની ખબર છે? કેટકેટલા કામ કરી નાખીશું એક દિવસ રાંધવાનું નથી તો.. એમ વિચારીને કામનું લીસ્ટ બનાવવામાં કેવી મજા આવે, એ લિસ્ટની બીજી બહેનપણીઓ સાથે ચર્ચા કરવાની ઔર મજા આવે.. પછી એ લીસ્ટ પ્રમાણે એકેય કામ ના થયું એ વિચારવાની જોરદાર મજા આવે.. અહીં મજા આવવી જરૂરી છે! શીતળા સાતમે પત્નીઓ પાસે ગરમ ખાવાનું બનાવડાવી તમે ફેસબુક સમાજમાં ભલે સુધારાવાદી હોવાનો દેખાવ કરો પણ તમારી પત્ની તમને ક્યારેય માફ કરે..! સોચો ઠાકુર સોચો..?
હું તો કહું છું વરસમાં ચાર એવા નવા તહેવાર શોધી લેવા જોઈએ જ્યારે ઘરમાં ચૂલો/ ગેસ/ ઓવન સળગાવવાનું જ ના હોય... ઘરમાં પડેલો સુકો નાસ્તો કે ફળો ખાઈને, દૂધ/દહીં ખાઈને ચલવી લેવાનું હોય. તમને બધી ગૃહિણીઓના આશિર્વાદ મળશે હોં ભાઈ..?
ટુંકમાં જો બીવી સે કરે પ્યાર, ઠંડે ખાને સે કૈસે કરે ઇનકાર..!!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?