મને
કલ્પવૃક્ષની
ડાળ મળે તો?!
મારી તૃષ્ણા
ટોળે વળે
ને...ને...કલ્પવૃક્ષને
ડાળી પરાણ સમેત
ઢાંકી લે!
કદાચ...
એનું બીજું નામ
તૃષ્ણા વૃક્ષ જ
રાખી દેશું પડૈ
એ કરતાં જો
ઉલ્લાસની ડાળખી મળે
તો....તો..?
પ્રશ્ન પતી જાય
પછી તો પવન રૂપે
પર્ણ રૂપે
મહોર રૂપે
ફૂલ સુગંધ રૂપે
ઉલ્લાસ જ. ઝરૈ
ખરૂ ને?
(2)
આયનો ખિલખિલાટ. હસ્યો
જાણે. હોય..જૂગજૂની. ગોઠડી!
પણ....ના...ના..એમ નહિ
માણસે એને બનાવ્યો
તોડી. મરોડી. જોડી
મન વાંછિત આકારમાં. દીધો ઢાળી
પેટભરી નચાવ્યો
આજ.....?
ઊલટી ગંગા વહી ગઇ
આજ હું. માણસને. નચાવું. છું!
કરામત હસ્તગત કરી છે
કાં જીત કોની?
કહી અંગુઠો બતાવ્યો
પછી આઇનો. ખિલખિલાટ હસ્યો!
(3)
કોઇપમ
જાતના
સબંધ વિહોણી
બંધન વિહોણી
સૂત્રાત્મકતા
એટલે જ પ્રેમ!