સુંદરતાનો સંબંધ ફક્ત જીવન સાથે જ છે, નહિંતર મર્યા પછી માણસ આટલો બદલાઈ ગયેલો કેમ લાગે! નવા કપડાં પહેરાવો, ઘરેણાંથી સજાવો, મેકઅપ કરો છતાં મૃત શરીરમાં જીવન જેવું સૌંદર્ય નથી જ આવતું.
કેટલાક માનવીઓનું પણ ખાલી શરીર જીવતું હોય છે, મનથી જાણે મરેલાં... એમના શૃંગાર વિષે શું કહી શકાય?
સદૈવ પ્રભુ સ્મરણ કરનાર નિર્મળ મનનો મનુષ્ય કોઈ પણ સૌન્દર્ય પ્રસાધન વિના તેજસ્વી કેમનો લાગે છે...? હંમેશા પ્રસન્ન રહેનાર ચહેરો જોવો ગમે એવો હોય છે ને!
ટુંકમાં સૌદર્યનો સીધો સંબંધ તમારાં મન સાથે છે...સમજ્યા કે નહિ ?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?