" માથા વિના ધળ , ધળ વિના માથા "
અટંકી મેર છે એવા, જોરાળા સિંહના જેવા
માધવપુર જઈ માંગ્યો સુબે, કર પુજારી ની પાસ
વાત સુણી ને ઉઠીઓ વાઢેર, ભીમ શમો ભડ્દાસ….
વદે જાકારો જામ વિદુ ને, જસો નગર થી જાય
બારોટ ને તેદી કોણ બચાવે, બાંધરે જાલી બાંય….
કુંવર પછેડા માં રાહ કહે, મારે ઢાંક લેવું ધરાર
મરદ કાંધલ કે વાત મૂકી દે, હું મેર યુદ્ધે મરનાર….
વડારે મુળુ વિરજે વંકો , મરદ મોઢો ઈ મેર
જામ સામો ઈ જંગ માં ખેલે, સિંહ ભાલે સમશેર….
મોઢવાડા માં મર્દ પાક્યો, નરવીર જે નાથો નામ
જોરાળે તે ડી જામ ને દીધા, દંડ ના કેવા ડામ….
મઢ લુંટેવા માતનો જેદી,સંધી આવ્યા એકસાથ
બળેજે જેતમાલ બાદુરે , ભાળ માંડ્યો ભારાથ…
વાઘ બાલાની વીરતા જુઓ ,માથું પડ્યું ચોક્માઈ
ધળા ને ધમરોળતા ઈ તો , ધળ નદી લગ ધાઈ….
કળાવટ તો કાળવે કીધી, ઓડેદરે અખ્યાત
નમાવી નવાબ ને (ઈતો), હજી ઉભો હયાત….
લગનમાં ધંધુસર ના લાડા, વેરવા ગયાતા વીર
ગામ માટે તેદી ભીમશી ગજાળો, શહીદ થયો સુરવીર….
“બારોટ ભૂપત”કે વીર બાદુરો, કેતા આવ્યા છે કામ,
લાડ લડાવ્યા મેર લાડા ને , હયે ધણેરી હામ….રણજીત દાસા