હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
અવિરત વહેતી રહે પ્રેમ ધારા મુજ થકી,
એવુ ઇચ્છુ હું સદા ઈશ થકી,
મારા થકી કોઇનુ દિલ કદી ના દુભાય,
કે ના કોઈ દૂર કદી મારાથી જાય,
વટવૃક્ષ નહીં પણ બની રહું નાનુ એક તરણુ,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
મારગ મા કોઈના કદી કંટક બની ના નડુ,
માનવતા ની મહેક પ્રસરાવી મારી છબી એના દિલ મા જડુ,
કડવુ વેણ ના દઉ કોઈને કદી, મીઠપ ના બે બોલ બોલી ને,
લઉ સૌનુ હું શરણુ,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું,
જુઠા જગત ના આ રીત રિવાજો ને દઉ હું ઠુકરાવી,
નાતજાત ના ભેદભાવ ને સદાય માટે સળગાવી,
માનવ બની ને આવ્યા છીએ માણસ થઇ જીવી લઇએ,
કવિતા રૂપે આપુ સૌને આવુ રૂડુ નજરાણું,
હું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,
બની રહુ કાયમ નુ સંભારણું......