તને કરાવવા આઝાદ કેટલા શહીદ થઈ ગયા,
કેટલા ચડ્યા ફાંસી કેટલા ના રક્ત વહી ગયા.!!
કેટલી ઉઠાવેલ જહેમતોથી થયો તું આઝાદ,
આઝાદી ના જોશ માં છાકટા થઈ રહી ગયા.!!
મનમાં આવ્યું વર્તન કરવા નથી થયો આઝાદ,
બોલ એના સાંભળ જે જતાં જતાં કહી ગયા.!!
જુલ્મો ન કર અસક્ત પર એ પણ છે આઝાદ,
કર યાદ જે તારા માટે કેટલા જુલ્મ સહી ગયા.!!
જોઈ રડતાં જ હશે એ, જે કરાવી ગયા આઝાદ;
'આર્યમ' આપણે શું ખરેખર આઝાદ થઈ ગયા.!!
ભાવેશ પરમાર. "આર્યમ્"