Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા અમીર ને પૈસાદાર લોકો કે જેમની પાસે અઢડક પૈસો છે તેવા લોકો તેમાં એન આર આઇ પણ આવી જાય તેવા લોકો જયારે ભગવાન ઉપર વધુ શ્રધ્ધા વિસ્વાસ આવી જાયછે ત્યારે તેઓ ભગવાનના મંદિરોમાં અઢડક ગુપ્ત દાન કરતા હોયછે..એક નામ તેમનુ જાહેર નહી થવાની શરતે!
આજે દેશમાં પચ્ચાસ ટકાની વસ્તી ગરીબી રેખાની નીચે જીવેછે..તેમની પાસે સરખુ કામ નથી સરખા પહેરવાના કપડા નથી રહેવા માટે એક ઘર તો શુ એક રુમ વાળુ છાપરુ નથી તેમના બાળકો રસ્તા ઉપર આવીને લોકો સામે રુપીયા બે રુપીયાની ભીખ માગેછે..સ્કુલ જવા માટે ભરવામાં આવતી ફી નથી..આવા લોકોને આપણે ગરીબ નહી કહીએ તો બીજુ શુ કહીશુ!
ભગવાન કયારેક આપણી ઇચ્છાઓને પુરી કરેછે એ બેમત નથી પણ તમારી પાસે આટલા અઢડક પૈસો છે તો કંઇક ગરીબો માટે પણ વિચારવુ જોઇએ! કે કેમ કરીને તમારો પૈસો આવા ગરીબ લોકો સુધી પહોચે! તેના માટે આપણે એક રોજગારી તેમને મળી રહે તેવો કંઇક વિચાર કરવો જોઇએ..તેઓ કામ કરવા ના નહી કહે પણ આપણે તેમના માટે કોઇ રોજગારી ઉભી કરી શકતા નથી..પરંતુ આપણે આવુ બધુ સરકાર ઉપર છોડી દઇએ છીએ..પણ સરકાર તો બધાનુ ધ્યાન આપે જ છે સાથે સાથે આપણે પણ એક માનવતાની નજરે ગરીબોને સાથ મળી રહે તેવો એક નેક વિચાર આવવો જોઇએ ને સાથે કરવો પણ જોઇએ..
માનવતાની વ્હારે આવવુ તેમને જોઇતી મદદ કરવી એજ આપણો સાચો ધર્મછે ને એજ આપણુ કર્મછે ને એમાં આપણુ સાચુ પુણ્ય સમાયેલુ છે
ભગવાન કદી આપણી પાસે કંઇ પણ માગતો નથી તમે આપો તો પણ તે ખુશ છે ને તમે નહી આપો તો પણ તે ખુશ જ હોયછે..પરંતુ આપણે કયારેક આપણી આંખ બંધ કરીને અઢડક દાન પેટે રકમ મંદિરોમાં આપી દઇએ છીએ
એક એવા સમાચાર જાણવા મળ્યા છે કે બે એન આર આઇ પાર્ટીએ તિરુપતી બાલાજી મંદિરમાં એક ગુપ્ત દાન પેટે 14 કરોડ રુપીયા દાન કર્યા!
વાહ બહુજ ખુશીના આ એક સમાચાર કહેવાય..દાન કરવુ જોઇએ પણ આટલુ બધુ મોટુ દાન! આના કરતા કોઇ સેવા ભાવી સંસ્થાઓમાં આવુ દાન કર્યુ હોત તો તે પૈસો કદાચ ગરીબો સુધી કોઇ પણ રીતે પહોચત..
ચાલો જેની જેવી ઇચ્છા કોઇના દાનમાં આપણે વચ્ચે પડનાર કોણ!
ભગવાન તિરુપતી બાલાજી તેમની દરેક ઇચ્છાઓ પરિપુર્ણ કરે...તેવા આર્શીવાદ...જય તિરુપતિ બાલાજી.

Gujarati Quotes by Harshad Patel Pij : 111235355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now