કવિતા :- "શબ્દ લખું કે લખું સરિતા
વ્હાલપ તમને ગમે ખરું તે "
"શબ્દ લખું કે લખું સરિતા, વ્હાલપ તમને ગમે ખરું તે ;
સીધું કહું કે કહું કહાની , વ્હાલપ તમને ગમે ખરું તે" ;
"ટીપાં પરથી ઝાંકળ રચવું , પડઘા પરથી ઝાંઝર ;
ફોરમ પરથી ફૂલ ચીતરું , વ્હાલપ તમને ગમે ખરું તે " ;
"હતો સુરજ માથે મ્હારી , કિરણો ને કંડારું ;
ચાંદની થી ચાંદ સર્જુ , વ્હાલપ તમને ગમે ખરું તે" ;
"આંસુઓ ના ખોબા ભરી , તારી માંગ સવારું ,
વ્હાલ નાં હું મીંઠણ બાંધુ , વ્હાલપ તમને ગમે ખરું તે" ;
"શબ્દ લખું કે લખું સરિતા ,વ્હાલપ તમને ગમે ખરું તે" ;
સીધું કહું કે કહું કહાની , વ્હાલપ તમને ગમે ખરું તે" .
~ સાત્વિક દેરાશ્રી "સાર"