કાશ્મીર માં ધારા 370 હટતા જ દેશ માંથી "વહાબી" વિચારધારા ના વળતા પાણી થવા ના શરુ થઇ ગયા.અને કાશ્મીર ની મૂળ ધરોહર જેના પર આધારિત હતી તે "સૂફીવાદ" ફરી થી કાશ્મીર માં અમલ માં લાવવા નો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો દ્રઢ સંકલ્પ આશાવાદ તરફ ઝડપભેર પગલાં ભરી રહ્યો છે.70 વર્ષ થી કાશ્મીર ના મુદ્દા ને માત્ર અને માત્ર પોતાની રાજકીય પિપાષા સંતોષવા માટે "અદ્ધરતાલ" રાખવા માટે જવાબદાર "ખોંગ્રેસ" ના મોટા ભાગ ના નેતાઓ અમુક સાચા રાષ્ટ્રવાદીઓ ને બાદ કરતા હજુ પણ "મોદી સરકાર" ના આ "છાતીફાડ" નિર્ણય ને પચાવી નથી શકતા અને કબજિયાત નો ભોગ બની ને અનાપ શનાપ નિવેદનો મીડિયા સામે આપી ને પોતાની જ પાર્ટી ને નુકસાન પહોંચાડી રહ્યા છે.
જયારે કોઈ નિર્ણય દેશહિત માં લેવાતો હોય ત્યારે પોતાની રાજકીય દુશ્મની ને કોરાણે મૂકી ને સહૃદયે આવકારવા જેટલી ખેલદિલી હોવી જોઈએ જે આજે અમુક નેતા ઓ માં જોવા પણ મળી જેમકે જ્યોતિરાદિત્ય સિંધિયા,મિલિન્દ દેવરા,જનાર્દન દ્વિવેદી,અદિતિ સીંઘ તથા બીજા અમુક નેતાઓ.આ નેતા ઓ એ સરકાર ના આ નિર્ણય ને હર્ષ ભેર સ્વીકાર્યો અને ટેકો પણ આપ્યો .આ જ તો લોકતંત્ર ની સુંદરતા છે.ઘણા સમય પછી આ સુંદરતા ના દર્શન થયા.
જે મુદ્દો આટલા વર્ષો થી હવા માં લટકતો હતો એટલો સંવેદનશીલ મુદ્દો હતો કે તેના વિષે નિર્ણય લેવો એ તો દૂર ની વાત પણ તેને જરા સરખો છંછેડવો પણ પોતાના પગ પાર કુહાડી મારવા જેવું હતું.પણ વર્તમાન સરકારે જે રીતે ફૂંકી ફૂંકી ને એક જ ઝાટકે હાલ કર્યો તે ખુબજ કમાલ ની વાત છે.અને કદાચ મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓ માટે "કેસ સ્ટડી" કરવા આના થી વિશેષ વિષય ના મળે.કારણકે આની પાછળ મેનેજમેન્ટ ન ભણેલા પણ મેનેજમેન્ટ પ્રખર નિષ્ણાંત એવા અમિત શાહ નો આ માસ્ટર સ્ટ્રોક કહેવાય.આ નિર્ણય નો સઘળો શ્રેય માત્ર મોદીજી અને અમિત શાહ ને આપવો એ યોગ્ય નથી,હા આ નિર્ણય ને લાગુ કરવા માટે મોદીજી ની છપ્પન ની છાતી અને અમિત શાહ ની સદન માં ગર્જના એ મુખ્ય ભાગ ભજવ્યો છે.પરંતુ આ સમગ્ર નિર્ણય ને વર્કઆઉટ કરવા માં પડદા પાછળ ના પણ ઘણા બધા લોકો નો સાથ છે.અને જયારે કોઈ પણ નિર્ણય પોતાની રાજકીય શ્લાઘા સંતોષવા નહિ પરંતુ દેશહિત માટે લેવાયો હોય તેને સર્વત્ર હૃદયપૂર્વક સ્વીકારવા માં આવે છે ભલે તે ગમે તેવો કઠોરત્તમ કેમ ન હોય.આનંદો સ્વર્ગ ફરી તેના મૂળ સ્વરૂપે બદલાવા જઈ રહ્યું છે.ટીકાઓ ઓછી કરો અને અંતરાત્મા ને હર્ષ ભેર ચિચિયારીઓ કરવા દો અને હવે ગર્વ થી કહો "અખંડ હિન્દુસ્તાન હમારા હૈ".અને હા POK માટે પણ આ આનંદ ને બચાવી ને રાખજો.....