ગઈ છું...
વર્તમાનમાં રહી ભૂતકાળમાં વીંટળાઈ ગઈ છું,
પ્રણયના નીરમાં પત્થર બનીને અટવાઈ ગઈ છું.
વિશ્વાસની દુનિયામાં સ્વનાં શ્વાસને શોધવા ગઈ છું,
સંબંધની વસંતમાં પાનખર બનીને રહી ગઈ છું.
નયનની પલક વડે ખ્વાબ બનીને ઉડી ગઈ છું,
પુષ્પોથી મ્હેંકતા બાગમાં સુગંધ બનીને ખોવાઈ ગઈ છું.
પોતાનાં જ લોકોથી પરાયી થઈ ગઈ છું,
લાગણીનાં દરિયામાં અશ્રુ બનીને ભળી ગઈ છું.
-આરવી