Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામ સેવક 'પુત્ર પવન' થાવું ઘણું મુશ્કેલ છે,
ઘોર કળિયુગમાં અમર થાવું ઘણું મુશ્કેલ છે.

પામવા હો રામને પણ મોહ પામે જાનકી,
કોઇ એવું એક હરણ થાવું ઘણું મુશ્કેલ છે.

રામ હો સંગાથ તો લક્ષ્મણ થઈને સૌ રહે,
રામ વિયોગી ભરત થાવું ઘણું મુશ્કેલ છે.

ચાંદ લગની પહોંચ છે,અભિયાન મંગળ લગ જવા.!
એ છતાં ઈશ્વર ઉપર થાવું ઘણું મુશ્કેલ છે.

પ્રેમ કુદરતથી પરાકાષ્ઠા સુધીને જઈ શકો,
પણ વહેતું એક ઝરણ થાવું ઘણું મુશ્કેલ છે.

-અશોક વાવડીયા

*લગ=સુધી,લખી,તક
*પવન પુત્ર=હિમાલયમાં આજે પણ વસે છે રામાયણ, મહાભારત કાળના અમર પાત્રો માંના એક છે..પુરાણોમાં જણાવ્યા પ્રમાણે

છંદ=રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111231784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now