જીવનની ખુલ્લી કિતાબમાં એક ક્ષણ દ્રષ્ટિ કરજે,
સૌંદર્યથી મ્હેંકતા
ચહેરા પર સ્મિત બનીને આવીશ.
વિરહના દર્દને નયન ની પલક વડે ઉડાડીને રાખજે,
મુસ્કાનથી ભરેલા ઓષ્ઠ પર સ્પર્શ કરવા આવીશ.
હૃદયની ભીતરમાં જઈને એક મીઠો સાદ કરજે,
તારા પ્રેમાળ નયન માં અશ્રુ બનીને આવીશ.
સ્વપ્નનાં અપૂર્ણ રહેલા ખ્વાબોને સજાવીને રાખજે,
છૂટેલા હૃદય ના તારને પૂર્ણ કરવા આવીશ.
સમયનાં સથવારે થોડું સંભાળીને ચાલજે,
મુશ્કેલ ઘડીમાં તારું પ્રતિબિંબ બનીને આવીશ.
વર્તમાનમાં રહી મારી ચાતક દ્રષ્ટિ રાખજે,
હસ્તની લકીરમાં તારું ભાગ્ય બનીને આવીશ.
તારાં દિલ પર રહેલું મારું નામ સાચવી રાખજે,
ભવિષ્યમાં તારી જિંદગી બનીને આવીશ.
-આરવી