દોસ્ત મિત્ર સખા ભેરુ ભાઇબંધ કે ફ્રેન્ડ.
દિલથી જોડાય અને દેહ ના અણુ અણુ વિખરાય છતાં એની યાદ તમને વિચલિત કરતી રહે એ ભાઈબંધી .
જેના હાથમાં હાથ આવે અને હતાશા દુઃખ દૂર થઈ જાય.
જે સાથ થી અંતર આત્મા ને સંતોષ અને સુખ મળી જાય.
એક બીજા માટે ફિદા થઈ જાય રડતી આંખો સાથે રડી જાય.
જે અંગતમા અંગત વાત વિશ્વાસ સાથે કાનમાં છાની વાત કરી જાય.
જો ક્યાંય ક એકલા ફસાયા હોઈએ અને એ આવે તો સાહસ આવી જાય.
તારું મારું ને જે સહિયારું કરી સંગ રહી આપણું કરી જાય.
મિત્રો સામે જગતનો નાથ મારો માધવ પણ હારી જાય.
નારાણજી જાડેજા,(ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ