? *લટાર* ?
(લગાગા લગાગા ગાલગાગા ગા)
હશે દોષ મારો તું ખમી જા ને,
અગન ઓલવીને તું શમી જા ને,
નથી આદરી મેં આંધળી રમતો,
દૂધપાકનો દાવ તું રમી જા ને!
ગમે છે સભાઓ તો ગઝલ કેરી,
સુણાવી શબદને તું ગમી જા ને!
સદા હું નમું એ જીદ શાની છે!
જો ચાહે મને તો તું નમી જા ને!
ભરું આવકારો સ્વાગત કરીને,
હ્રદયમાં લટાર એક તું ભમી જા ને.
પાયલ ઉનડકટ