ઓફિસ માં જમ્યા પછી જ્યારે ઉત્તર દિશા ની કાચ ની બારી માંથી ડોકિયું કરું અને દૂર દૂર ખેતર માં બપોર નું ભાત ખાઈ ને ઝાડ નીચે આરામ કરતા ખેડૂત ઉપર નજર પડે ત્યારે એમ થાઈ કે કેટલા મજ્જા થી સૂતો છે. બાજુ માં બળદ અને ગાડું પડેલું છે ને સામે ભેંસ નું ગમાણ છે. થોડે દૂર નાનકડા કાચા મકાન પાસે પાણી ના ધોરિયા માં પત્ની વાસણ ઉટકે છે. નજરો ચોક્કસ અદભૂત નથી પણ મન ને ઠંડક આપે એવો છે. મારા વાતાનુકૂલિત ઓફિસ ના વાતાવરણ માં મને ત્યાં શાંતિ દેખાણી.