Gujarati Quote in Jokes by Prashant Soni

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??????
હસવું જ પડશે

સંસ્કૃત ના લેકચર માં છગનની શ્લોકની ટેસ્ટ લેવાની હતી

સાહેબે કહ્યું છગલ ચાલ જો આ શ્લોકનો અર્થ સમજાવ

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।


છગન: રાધિકા કદાચ રસ્તામાં ફળો વેચવાનો પ્રયત્ન કરી રહી છે.


સાહેબ: મૂર્ખા એનો અર્થ એવો નથી
ચાલ છોડ હવે આનો અર્થ કહે તો

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन।

વહુને ઘણા બાળકો છે અને એ બધા ચાર જૂને જન્મ્યા છે.

સાહેબ: અલ્યા હું ભણાવું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે???ચાલ કાંઈ નઈ હવે આનો અર્થ કે:

दक्षिणे लक्ष्मणो यस्य वामेतु जनकात्मजा।


છગન: દક્ષિણથી આવીને લક્ષ્મણે કહ્યું કે જનકને મજા છે.

સાહેબ: હજુ આને સંસ્કૃત શીખવી છે!!
હવે આ છેલ્લી વાર પૂછું છું સાચો જવાબ આપ્યો નહીં તો તારી ખેર નથી

हे पार्थ त्वया चापि मम चापि।

છગન: મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહયા છે કે....

સાહેબ ઉત્સાહમાં- એકદમ બરાબર સરસ હા હવે આગળ બોલ....

છગન:... ભગવાન બોલ્યા ... હે અર્જુન તું પણ ચા પી હું પણ ચા પીઉં પછી યુદ્ધ ચાલુ કરીએ....


સાહેબ બેભાન???

Gujarati Jokes by Prashant Soni : 111229743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now