Gujarati Quote in Poem by Taran_Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર.

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર.

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર.

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર.

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર..!❜

Gujarati Poem by Taran_Goswami : 111229454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now